મને ફોટોગ્રાફીનો શોખ ઘણા વખતથી છે. કારણ કે કેટલીક વખત અમુક અભિવ્યક્તિ માટે ઘણાં બધા શબ્દોની જરૂર પડે ત્યાં ફક્ત એક તસ્વીર કાફી હોય છે. અત્યાર સુધી મોબાઈલમાં આવતા કેમેરાથી ફોટોગ્રાફી કરી. એ બધા ફોટો બ્લોગમાં શેર કરવાનો વિચાર આવેલ ન હતો એટલે શેર નથી કર્યા. એ હવે પછી ક્યારેક વાત.
ઘણાં સમયથી એક DSLR કેમેરા લેવાની ઈચ્છા હતી. હમણાં એમેઝોન પર સારી સ્કીમ હોવાથી (બહુ વિચાર્યા વગર) Nikon D3400 નો ઓર્ડર કરી જ દીધો ! કેમેરાનું મેન્યુઅલ હજુ વાંચ્યું નથી અને બધા ફીચર્સની હજુ ખબર નથી. એટલે અત્યારે જેટલી ખબર પડે છે એ મુજબ ફોટા “પાડયા” રાખું છું. એ પૈકીના અમુક અહીં પોસ્ટ કરું છું.









